બસ મારે મારી જગદંબાની ભક્તિ કરવી છે.
સવાર સાંજ મારે આદ્યશક્તિને જ નમવું છે.
તને જ ભજુ ને તને જ નમું જગત જનની મા,
તારી જ આરાધના કરું તન મન ધનથી માડી.
અબીલ ગુલાલ છંટાવુ માડી તારાં મંદિરીયે,
મારાં બગીચાનાં ફૂલડાં વેરાવું તારા મંદિરીયે.
નવરાત્રીના નવ નવ દિવસ તારાં ગરબા ગાવું,
તને મનગમતાં ને ભાવતાં ભોજનીયાં જમાડું.
લાખ દીવડાથી માડી તારી આરતી ઉતારું,
સવાર સાંજ ઘણાં હેતથી મા આરતી ઉતારું.
અમે તો અજ્ઞાની ને તારાં નાના બાળ જગદંબા,
ભૂલચૂક અમારી માફ કરજે દયાળી જગદંબા.
ચૌહાણ ભાવના "મીરાં"
-Bhavna Chauhan