મા અંબા ભવાની, મા ચાંચરચોક વાળી.
તને ભાવે નમું હો.. તને વંદન કરું.
મા ગબ્બર ગોખવાળી, જગદંબા માડી,
તને ભાવે નમું હો... તને વંદન કરું.
મા આસાસુરવાળી, પડવે તું પ્રગટાળી,
તને ભાવે નમું, હો... તને વંદન કરું.
મા ભકતોની તું વ્હાલી,દીનદયાળી માડી,
તને ભાવે નમું, હો... તને વંદન કરું
મા મહિષાસુર મર્દિની, મા વાઘ અસવારી,
તને ભાવે નમું, હો... તને વંદન કરું.
મા વાઘેશ્વરી માડી, મંગલકારી દેવી,
તને ભાવે નમું, હો... તને વંદન કરું..
મા શૈલપુત્રી દેવી, માડી બ્રહ્મચારિણીમા,
તને ભાવે નમું, હો.. તને વંદન કરું.
મા ચંદ્રઘટા દેવી, મારી કુષ્માણ્ડાદેવી,
તને ભાવે નમું, હો... તને વંદન કરું.
મા સ્કંદમાતા મારી, મા કાત્યાયની દેવી,
તને ભાવે નમું, હો... તને વંદન કરું.
મા કાલરાત્રિ મૈયા, મારી મહાગૌરી દેવી,
તને ભાવે નમું, હો... તને વંદન કરું.
મા સિધ્ધીદાત્રી દેવી, નવ નામધારી માડી,
તને ભાવે નમું, હો... તને વંદન કરું.
ચૌહાણ ભાવના "મીરાં"
-Bhavna Chauhan