ઓ શ્યામ..ઓ શ્યામ..ઓ શ્યામ..ઓ શ્યામ.
મારાં ભગવન્ મારાં શ્યામ..
ઓ શ્યામ..ઓ શ્યામ.
તું તો દિવાનો કાના રાધારાણીનો.
હું રે દિવાની મારાં સાંવરિયાની.
તારી કૃપા છે શ્યામ અપાર,તારી લીલાઓનો નહિ પાર.
તને મળવાની આશ અપાર..તને પામવાની ઝંખના છે આજ.
હો....જો તું આવે તો હર્ષ અપાર.
કાના સાંભળજે મારો સાદ.
ઓ શ્યામ...ઓ શ્યામ...
ઓ શ્યામ..ઓ શ્યામ.
તું તો છે કાના આખા જગતનો સ્વામી.
હૈયે કોરાયો મારાં રુદિયાનો સ્વામી.
તારી યાદ આવે છે ઓ શ્યામ.
મને ઘેલી કીધી છે ઓ શ્યામ.
મને તારી બનાવી દે શ્યામ.
મીરાંની અરજી સુણી લો શ્યામ.
ઓ શ્યામ....ઓ શ્યામ..
ઓ શ્યામ..ઓ શ્યામ..
ચૌહાણ ભાવના "મીરાં"
-Bhavna Chauhan