એ કલરવ કરે છે
એ કિલકિલાટ કરે છે
એનામા વિશાળતા છે આકાશ જેવી
તો શું આભ પણ ક્યારેક ફાટે છે
એનામા શાંતિ છે પવન જેવી
તો શું વંટોડિયા પણ ક્યારે આવે છે
એ પારદર્શક છે પાણી જેવી
તો શું પાણી માં પણ ઊંડાણ હોઇ છે
એ છે ધરા જેવી અડગ
તો શું ધરા પણ દ્રુજે છે ક્યારેક
એ છે અગ્નિ જેવી પવિત્ર
તો શું ક્યારેક અગ્નિ પણ રોદ્ર સ્વરૂપ ધરે છે
પંચ તત્વ ધારણ કરતી
મારાં ઘરની લક્ષ્મી છે એ
હેત પસરાવતી હેતુ છે એ
ઘરને જીવતું રાખતી જીવદાત્રી છે એ
આશિષ છે અમારા અમારી લાડકી ને
બસ આમજ કલરવ ને કિલકિલાટ કરતી રહે
-Kaustubhi V Joshi KVJ