સાચું ખોટું ભૂલી જાય તો કેવું સારું
પાછા બાળક બની જાય તો કેવું સારું
સુખ દુઃખ બન્ને સમાન લાગે તો કેવું સારું
પાછા બાળક બની જાય તો કેવું સારું
બધાંની બિચા થઈ જાય તો કેવું સારું
પાછા બાળક બની જાય તો કેવું સારું
બધી ચિંતા વ્યાધિ વહી જાય તો કેવું સારું
પાછા બાળક બની જાય તો કેવું સારું
કોઈ વારે વારે મનાવી જાય તો કેવું સારું
પાછા બાળક બની જાય તો કેવું સારું
કાગળના એ એરોપલનમાં ઉડી જવાય તો કેવું સારું
પાછા બાળક બની જાય તો કેવું સારું
યાદ આવતા જ મળી જાય તો કેવું સારું
એ બાળપણમાં પાછું મળી જાય તો કેવું સારું
યોગી
-Dave Yogita