મારી અર્બુદાનું જગમાં છે નામ
અર્બુદામાને ઘણી ખમ્મા.
હું તો વારી વારી જાઉં મોરી માત
અર્બુદામાને ઘણી ખમ્મા.
હો....ખમ્મા ખમ્મા મારી અર્બુદા માત
માડી તને ઘણી ખમ્મા.
તું તો પ્રગટાણી માડી આબુના શિખરે
પથરાયો એનો ઉજાસ ચૌભુવન.
હો....ભક્તોના રુદીયામાં વસે મોરી માત
માડી તને ઘણી ખમ્મા...
હો...મારી અર્બુદાનું જગમાં....
સોળે શણગારે માડી સોહી રહયાં છે.
મલકતાં મુખે માડી શોભી રહયાં છે.
હો..માડી સાંભળે છે સૌનો પોકાર.
માડી તને ઘણી ખમ્મા.
હો...મારી અર્બુદાનું જગમાં...
માડી તારાં છોરુડાની રખેવાળી કરજે.
વિપદ પડે તો માડી દોડી આવજે.
હો...એનાં માથે તું રાખજે તારો હાથ.
માડી તને ઘણી ખમ્મા.
હો...મારી અર્બુદાનું જગમાં...
ભટકે મારગ તો સાચવી તું લેજે.
એનાં જોયેલા તું સપનાં પૂરાં કરજે.
હો...કરું વિનંતી તુજને મોરી માત
માડી તને ઘણી ખમ્મા...
હો...મારી અર્બુદાનું જગમાં...
કરું છું ભરોસો માડી ટકાવી રાખજે.
અંતરની અરજીને તું કાને ધરજે.
હો...દેજે ખુશીઓનો એને ભંડાર.
માડી તને ઘણી ખમ્મા...
હો...મારી અર્બુદાનું જગમાં...
હો...હું તો વારી વારી જાઉં મોરી માત
માડી તને ઘણી ખમ્મા...
હો....માડી તને ઘણી ખમ્મા...
-Bhavna Chauhan