સત અસત વિચારણા દંભથી,
ખુશ રહે છે માનવી..
સૂકો રોટલો ગાયને અર્પીને,
ખુશ રહે છે માનવી..
અચિત્ત મનની કીર્તન પૂજાથી,
ખુશ રહે છે માનવી..
છેતરી જાતને ખોટા ગુમાનથી,
ખુશ રહે છે માનવી..
'દોસ્ત' વિસર્જન હતું,
રાગ-દ્રેષ-પાપ-કપટનુ પણ
ગણેશ વિસર્જનથી,
ખુશ રહે છે માનવી..
-Falguni Dost