હું અને તું વિષય આવે એટલે યાદ આવે એ તું
કેમકે તારે અનેક પણ મારે એક તું,
આ નશ્વર દેહ એટલે હું
અને આ દેહમાં પ્રાણ પૂરનાર તું...
જ્યારે જ્યારે હું માંથી બહાર આવુ
ત્યારે ત્યારે મને મળી જાય એ તું...
વારંવાર ભૂલો કરનાર હું
વારંવાર આ ભૂલોને માફ કરનાર તું....
હું એટલે એક પામર મનુષ્ય
પરમકૃપાળુ પરમેશ્વર તું....