દુનિયાનો સૌથી પહેલો કર્યો હતો એક કોન્ટ્રાક્ટ
રાધા એ કીહ્યું હતું કાના ને,
ચાલ આપણે કરીએ એક લવ કોન્ટ્રાક્ટ
ભલે તારી સાથે લગ્ન થાય રૂકમણી ના ,
પણ નામ તો જોડાય રાધાનું,
આવો કંઇક પ્રેમ નો કરાર કરીલે
ભલે તું ભગાડીને રૂકમણી ને લઈ આવ,
પણ રાધા વગર તો તું હમેશાં અધુરો જ ગણાય,
આવો કંઇક પ્રેમનો કરાર કરીલે
ભલે ને તું રાસ રમે ગોપીઓ સાથે,
પણ વાંસળીના સુરો માં તો રાધાનો જ નાદ સંભળાય,
આવો કંઇક પ્રેમનો કરાર કરીલે
ભલે તું પી લે મીરાના ઝેર,
પણ તારો છપ્પનભોગ તો રાધા સાથે જ ધરાવાય,
આવો કંઇક પ્રેમ નો કરાર કરીલે
ભલે ચંદનનો લેપ લગાડ કુબ્જા ને,
પણ તારી પૂજા તો હમેશાં રાધા સાથે જ થાય,
આવો કંઇક પ્રેમ નો કરાર કરીલે
ભલે ને તું સોળહજાર રાણી નો સ્વામી કહેવાય,
પણ મંદિર માં તારી સાથે મૂર્તિ તો રાધાની જ મુકાય,
આવો કંઇક પ્રેમનો કરાર કરીલે
કાના નો જવાબ
આ બધો તો કિસ્મત નો ખેલ છે રાધા,
તારી સાથે આજે જ કરી લવ એક કરાર,
મારા નામ પહેલાં પણ તારુ નામ જ લેવાય,
તારા વગરની મારી પૂજા ય અધૂરી ગણાય...
જય હો રાધારાણી ની
યોગી