કૃષ્ણ કહે કોઈ તને તો કોઈ કાનો,
સખાઓ માટે તુ બનતો માખણચોર,
દેવકીનો દેવકીનંદન તુ,
વસુદેવનો વ્હાલો વાસુદેવ તુ,
મા યશોદાનો તુ નટખટ,
ગોપીનો તુ મુરલીધર.
રાધાનો ધબકાર તુ,
ઋકમણીનો ભરથાર તુ,
દ્વારિકાનો દ્વારકાધીશ થયો,
ભાગ્યો જ્યારે રણ છોડી,
બન્યો તુ રણછોડરાય,
દ્રૌપદી અને અર્જુનનો સખા તુ,
કેટલાંય રાક્ષસોનો ઉદ્ધારક તુ.
ઉઠાવી ગિરિરાજ આંગળીએ,
કહેવાયો તુ ગિરધર,
આપી અમૂલ્ય જ્ઞાન ગીતાજીનું,
કહેવાયો યુગપુરુષ તુ,
જગતનો એક જ તુ
પૂર્ણ પુરુષોત્તમ કહેવાયો,
હે કેશવ! તારા જન્મદિને,
શત શત વંદન કરું🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ🙏