હું કૃષ્ણ છું
જેલમાં જન્મયો છું
દેવકી વાસુદેવનો પુત્ર છું
હું કૃષ્ણ છું
યશોદામાં નો લાડકવાયો છું
નંદબાબા નો દુલારો છું
હું કૃષ્ણ છું
હું ગાયોનો ગોવાળ છું
પ્રેમનો પૂજારી છું
હું કૃષ્ણ છું
પૂતના ને ઉગારનાર છું
મામા કંસ નો સંહારક છું
હું કૃષ્ણ છું
રણ ને છોડનાર છું
તો માખણ નો ચોરનાર છું
હું કૃષ્ણ છું
ઇન્દ્રનો ગર્વ ઉતારનાર છું
ગોવર્ધન ઉપાડનાર છું
હું કૃષ્ણ છું
યમુના નો ભાર ઉતારનાર છું
કાળીયાનાગ ને હરાવનાર છું
હું કૃષ્ણ છું
રાધાના દિલએ રમનાર છું
ગોપીઓનો કાનો છું
હું કૃષ્ણ છું
વાંસળી વગાડનાર છું
ચક્રનો ધારણહાર છું
હું કૃષ્ણ છું
હું ગોકુળમાં રમનાર છું
દ્વારકાનો રાજા છું
હું કૃષ્ણ છું
ગીતાનો રચનાર છું
ભાગવતનો સાર છું
હું કૃષ્ણ છું
દ્રૌપદીનો સખા છું
અર્જુનનો સારથી છું
હું કૃષ્ણ છું
કુબ્જાનો સ્વામી છું
રૂક્ષ્મણીનો ભરથાર છું
હું કૃષ્ણ છું
મીરાનો માધવ છું
ઝેરનો પીનાર છું
હું કૃષ્ણ છું
સોળહજાર રાણીઓનો નાથ છું
સુદામાનો મિત્ર છું
હું કૃષ્ણ છું
હું તુલસીના છોડમાં છું
હું યમુનાના પાણીમાં છું
હું કૃષ્ણ છું
હું આત્મા છું
હું જ પરમાત્મા છું
હું કૃષ્ણ છું
હું રામ છું
હું જ રહીમ છું
હું કૃષ્ણ છું
હું આદિ છું
હું અનંત છું
હું કૃષ્ણ છું
હું સત્ય છું
હું પરમતત્વ છું
હું કૃષ્ણ છું
આપ સૌનો તાત છું
જગતનો નાથ છું
બોલો શ્રીકૃષ્ણ કનૈયાલાલ કી જય
કાળિયા ઠાકરની જય
મીરા-માધવની જય
રાજા રણછોડની જય
ગિરધર ગોવિંદની જય
રાધે-ગોવિંદ ની જય
યોગિતા દવે