આવ્યું રૂડું સ્વાતંત્ર્ય પર્વ,
દેશમાં ઉજવીશું હરખથી આ પર્વ.
75 મું સ્વાતંત્ર્ય પર્વ,
આઝાદીનો અમૃત મહોત્સવ.
આનંદ આનંદ થાયે આ પર્વ,
ફરકે ઘરે ઘરે તિરંગો આ પર્વ.
સર્વ ધર્મ સમભાવ રહે આ પર્વ,
હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ ઊજવે આ પર્વ.
શાન વધે મારા દેશની આ પર્વ,
ભારતમાતા હરખાય જોઈ ઊજવણી આ પર્વ.