હે કાગ ! કૈકેયી માતાએ વનવાસ અપાવ્યો હતો. એને લીધે તો ઘો૨ દુ:ખ સહન કરવાં પડ્યાં હતાં, અને રાવણ જેવા કંઈક શૂરવીરો સાથે લડવું પડ્યું હતું. પણ છેવટે જ્યારે અયોધ્યા પાછા આવ્યા ત્યારે શ્રીરામે પહેલાં દંડવત્ પ્રણામ માતા કૈકેયીને કર્યા હતા. એ જ એમનું ભગવાનપણું કે જેને લીધે આજે ગામેગામ એમની આરતીઓ થઈ રહી છે.
–કવિ કાગ
દુહો દશમો વેદ
કાગવાણી ભાગ ૩
#kagsahitya