સુવિચાર.
મૌન સમજ્યા હોય એ હાથ ઊંચો કરે
શબ્દો ગળી ગયા હોય એ હાથ ઊંચો કરે
શોધવા જશો જો ખામી'તો બધામાં દેખાશે
ખામી અવગણ્યા હોય એ હાથ ઊંચો કરે
સુખના સાથી બની મહેફિલ તો ઘણી માણી
દુઃખમાં સાથે રડયાં હોય એ હાથ ઊંચો કરે
ખબર નહીં કેમ પણ રડવાની ટેવ પડી છે દરેકને
હસતાં હસતાં જીવ્યા હોય એ હાથ ઊંચો કરે
કોઈ - કોઈનું નથી રહ્યું હવે, એવું સાંભળ્યું છે મેં
સાહેબ, સમયે આંબા વાવ્યાં એ હાથ ઊંચો કરે
શબ્દો મારાને આ લાગણી મારી કડવી તો છે જ
છતાં જીવનમાં ઉતાર્યાં હોય એ હાથ ઊંચો કરે
જયકિશન દાણી
🙏🏻