આવી અષાઢી બીજ રે,
રથયાત્રા મારા જગન્નાથની
દર્શન આપો જગન્નાથ રે.....
સોનાના તાંતણે બંધાય ભગવાનના રથ જો,
બલભદ્ર ને સુભદ્રા સાથ રે,
દર્શન આપો જગન્નાથ રે..
થાય વાજતે ને ગાજતે આવકાર જો,
પ્રસાદનો પણ નહિ પાર રે,
દર્શન આપો જગન્નાથ રે..
સરસપુરમાં આવે જગન્નાથ જો,
થાય રૂડા મામેરા મામાંને ઘેર રે,
દર્શન આપો જગન્નાથ રે....
ટોળે મળે માનવ મહેરામણ જો,
થાય અલગ અલગ કરતબ રે,
દર્શન આપો જગન્નાથ રે....
' જય રણછોડ માખણચોર' ,' જય રણછોડ માખણચોર'
સંભળાય નાદ આજ તો કર્ણાવતી નગર જો,
દર્શન આપો જગન્નાથ રે...
આજે તો થાય અમીના છાંટણા જો,
મારો વ્હાલો થાય રાજી રે,
દર્શન આપો જગન્નાથ રે...
વિનંતિ મારી સાંભળો જગન્નાથ જી,
હરજો સર્વેના દુઃખ રે,
રહેજો અંત સમયે સાથ રે,
દર્શન આપો જગન્નાથ રે....
જય જગન્નાથ
યોગી