આ મંદિર વરસાદ આવવાના એક અઠવાડિયા પહેલા જ સંકેત આપી દે છે કે વરસાદ આવવાનો છે. જાણો આજ દિન સુધી આ સંકેત ખોટો પડ્યો નથી.
: ભારતમાં ઘણા એવા મંદિરો આવેલા છે કે તેમના રહસ્યોને આજદિન સુધી કોઈ શોધી શક્યું નથી. આજે અમે તમને એક એવા જ ચમત્કારિક મંદિર વિષે જણાવીશું.
: આ મંદિર એવું છે કે જ્યાં વરસાદ પડવાની પહેલા જ વરસાદ આવવાના સંકેતો મળવા માંડે છે. આ મંદિર કાનપુરના બેહાટમાં આવેલું છે. જેનો ઇતિહાસ ખુબજ અનોખો છે. આ મંદિરમાં ભગવાન જગન્નાથ બિરાજમાન છે.
: આ મંદિરમાં ભર ઉનાળે પણ તેની છત માંથી પાણી ટપકે છે. જયારે પણ વરસાદ પડવાનો હોય છે. એના પહેલા પાણી ટપકવાનું બંધ થઇ જાય છે.
સ્થાનિક લોકો આ મંદિરને ઠાકુર બાલાજીના નામે ઓળખે છે. આ મંદિરમાં ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલરામ બિરાજમાન છે. આ મંદિરમાં ભગવાનની મૂર્તિઓ કાળા ચીકણા પથ્થરોથી બનાવવામાં આવી છે.
જયારે પણ વરસાદ આવવાનો હોય તેના એક અઠવાડિયા પહેલા આ મંદિરની છત પરથી પાણી ટપકવા માંડે છે. પાણી ટપકવાની સાથે ખેડૂતો સમજી જાય છે
: કે એક અઠવાડિયા પછી વરસાદ આવશે એટલે તે પહેલાથી જ ચેતી જાય છે અને પાકને બચાવી શકાય છે. દીવાલમાંથી ટપકતા પાણીનું રહસ્ય આજદિન સુધી કોઈ શોધી શક્યું નથી. આ મંદિર મહાભારત કાળમાં બનાવવામાં આવ્યું હતું.