ધારા આજે ખૂબ ઉતાવળમાં હતી .મીનુને સમજાયું નહિ કે ;એ કેમ ભાગી રહી છે.મિનીએ તેને જોરથી બૂમ પાડી ત્યારે ધારાએ કહ્યું; હું પછી તને મળીશ.
મીનુએ જોયુ તો ;ધારા, પરસેવે રેબઝેબ હતી એ તેની પાછળ જવા લાગી અને જોયું તો ધારા તેના પાકીટમાંથી પૈસા કાઢીને સામે કોઈ ભાઈને આપી રહી હતી. તરત મીનું દોડતી ત્યાં પહોંચી ગઈ અને તેની પાસેથી પૈસા પડાવી લીધા.
મીનુએ એ કહ્યું ;તું કેમ પૈસા આપી રહી છે ત્યારે ધારા એ કહ્યું કે; મારી એક સિક્રેટ વિડીયો એની પાસે બનાવેલી છે એના કારણે એ મને બ્લેકમેલ કરી રહ્યો છે. તરત જ મિનુએ પોલીસને ફોન કરી દીધો અને સામેના બ્લેકમેઇલ કરનારને પકડાવી દીધો.
મીનીએ ધારાને કહ્યું કે; ક્યારેય પણ બ્લેકમેલ થી ગભરાવવું ના જોઈએ, કારણકે એને ગમે એટલા પૈસા આપો તો પણ એનું મોઢું બંધ રાખશે નહીં .હંમેશા ડરથી તેનો સામનો કરવો જોઈએ અને એને એને કરેલી ભૂલની સજા પણ આપવી જોઈએ.
-Bhanuben Prajapati