Gujarati Quote in Thought by Umakant

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*કેવી રીતે કપાઈ 21 થી 60 સુધી ની સફર,*
*
*ખબર જ ન પડી !*

*શું પામ્યા, શું ખોયું, કેમ ખોયું,*
*ખબર જ ન પડી !*

*વિત્યું બચપણ, ગઇ જવાની, ક્યારે આવ્યો બુઢાપો,*
*ખબર જ ન પડી !*

*કાલે છોકરાઓ હતા, ક્યારે સસરા થઈ ગયા,*
*ખબર જ ન પડી !*

*ક્યારે પાપાથી નાના બની ગયા,*
*ખબર જ ન પડી !*

*કોઈ કહે સાઠી ગયા, કોઈ કહે છવાઈ ગયા,*
*શું સાચું છે,*
*ખબર જ ન પડી !*

*પહેલા મા બાપ નું ચાલ્યું, પછી બીબીનુ ચાલ્યું,*
*પછી ચાલ્યું સંતાનો નું,*
*પોતાનું ક્યારે ચાલ્યું,*
*ખબર જ ન પડી !*

*બીબી કહે છે, હવે તો સમજી જાઓ,*
*શું સમજું, શું ન સમજું ! ન જાણે કેમ !*
*ખબર જ પડી !*

*દિલ કહે છે જવાન છું હું, ઉમર કહે છે નાદાન છું હું,*
*આ ચક્કર માં ઢીંચણ ક્યારે ઘસાઈ ગયા,*
*ખબર જ ન પડી !*

*ઝડી ગયા વાળ, લટકી ગયા ગાલ, લાગી ગયા ચશ્મા,*
*ક્યારે બદલી આ સૂરત*
*ખબર જ ન પડી !*

*સમય બદલાયો, હું બદલાયો, બદલી ગઈ મિત્ર-મંડળી પણ*
*કેટલા છુટી ગયા, કેટલા રહી ગયા મિત્ર,*
*ખબર જ ન પડી !*

*કાલ સુધી ઠઠ્ઠા મશ્કરી કરતાં હતા મિત્રો ની સાથે,*
*ક્યારે સીનિયર સિટિજનની લાઈનમાં લાગી ગયા,*
*ખબર જ ન પડી !*

*વહુ, જમાઈ, નાતા પોતા, ખુશીઓ આવી પણ,*
*ક્યારે મુસ્કરાઈ ઉદાસ જિંદગી,*
*ખબર જ ન પડી !*

*જીવ ભરીને જીવી લે પ્યારે, જિંદગી આજ છે કાલે નથી,*
*પછી ન કહેતો કે.....*

*"મને ખબર જ ન પડી...."!!!*

🙏🙏 🙏🙏
"અજ્ઞાત "
❤️🌹🙏

Gujarati Thought by Umakant : 111810686
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now