*પતિદેવ* ઓફીસેથી ધરે પાછા ફર્યા તો..... *ટેલીવીઝન ઉપર ચીપકાવેલ એક કાગળ મળ્યો* જેમાં વેકેશન માં *પિયર જતી પત્નિએ* લખેલી *સુચનાઓ*.
*સુચનાઓ* હતી...કે
હું છ સાત દિવસો માટે મારી મમ્મીને ધરે છોકરાઓ સાથે જાઉં છું, આ નિચે લખેલી *સુચનાઓ* માત્ર સુચનઓ જ નહી વોર્નિંગ પણ સમજવી.
૧-મારી ગેરહાજરીમાં *મિત્રોને* ધરે ભેગા કરવા નહીં..ગયે વખતે *બે ખાલી બોટલો* માળિયામાંથી મળી હતી અને સોફા નિચેથી ચાર *લાર્જ સાઇઝ પીઝાનું* બીલ મારા હાથમાં આવ્યું હતું...
૨- બાથરૂમમાં ગયા વખતની જેમ શોપ કેઇસમાં *મોબાઇલ* ભુલી ના જતાં. કોઇને બાથરૂમમાં *મોબાઇલ* ની શું જરૂર પડે તેજ સમજાતું નથી.?
૩-તમારા ચશ્મા બોક્સમાં સાચવીને રાખજો. ગયા વખતે તે ફ્રીઝમાંથી મળ્યા હતા.
૪- *કામવાળીને* પગાર આપી દીધો છે...તમારે વધારે *અમીરી* બતાવવાની જરૂરત નથી.
૫- સવાર સવારમાં *પડોશી* ને એમ કહીને ખલેલ પહોંચાડતા નહીં *“અમારે આજે છાપુ નથી આવ્યું તમારે આવ્યુ “ ?*
આપણો અને તેમનો *છાપા વાળો* જુદા છે.
અને હા, આપણો *ધોબી* અને *દુધવાળો* પણ જુદા જ છે.
૬- તમારા *નિકર* અને *ગંજી* કબાટની ડાબી બાજુએ છે.. જમણી બાજુએ છોકરાઓના છે... ગઈ વખતની જેમ કહેતા નહી કે કામ કરતી વખતે હું *અનકમ્ફર્ટ* અનુભવતો હતો...
૭- તમારા બધાજ મેડીકલ રીપોર્ટ આપણે ગયા અઠવાડીયે કરાવી લીધા છે અને બધાજ નોર્મલ છે.... એટલે વારે વારે તબિયતને બહાને ઓલી *લેડી ડોકટર* પાસે દોડ્યા ના જતાં.
૮- મારી *બહેન* અને *ભાભી* નો જન્મદિવસ ગયા મહીને આપણે ઉજવી લીધો છે એટલે તે બહાને ગમે ત્યારે તેમના ધરે જઈને ડીસ્ટર્બ કરતાં નહીં.
૯- મેં દસ દિવસ માટે *વાઇ-ફાઇ* બંધ કરી દીધું છે એટલે નિરાંતે *ઊંઘજો*...
૧૦- મારા પિયર જવાથી મનમાં ને મનમાં ખુશ થઈને રાજી થવાની જરૂરત નથી કેમ કે આપણા પડોસીઓ *મીસીસ જોશી, મીસીસ વ્યાસ, મીસીસ પટેલ, મીસીસ ત્રીવેદી, મીસીસ કુલકર્ણી, મીસીસ પટવારી અને મીસીસ ચેટરજી* બધાજ આ સમય દરમ્યાન બહારગામ જ છે.
૧૧- અને *હા*, ઓલી પાડોસી *ચુડેલ પ્રીયા* ને ત્યા *ખાંડ , કોફી* કે *દુધનાં બહાને વારે વારે જતાં નહી.. મે બધોજ સ્ટોક રસોડામાં* *પહેલેથીજ ભરી લીધો છે.*
*૧૨-અને છેલ્લે,*
*જરાપણ વધારે પડતી હોશિયારી કરવાની કોશીશ કરતાં નહીં...*
*હું ગમે ત્યારે તમને જાણ કર્યા સિવાય પાછી આવી શકુ છું.*
હેપી વેકેશન....
🍓🍓🍓
-મહેશ ઠાકર