😃
પ્રકૃતિનાં સાનિધ્યમાં મારે રેહવું છે,
સાથે મોત આવે તો મને મંજુર છે,
ભીડથી દૂર મારે કુદરત સાથે રેહવું છે,
એકલો બનવું પડે તો મને મંજુર છે,
શબ્દોનાં પ્રહાર ઘણાં મારાં પર થાય છે,
મૌન રહેવું પડે તો મને મંજુર છે,
માટીની સુગંધ મારે શ્વાસમાં લેવી છે,
કિંમતી શ્વાસ અટકે તો મને મંજુર છે,
લીલા જગમાં સાથે મારે રહેવું છે,
રહું દુર કૃત્રિમ જગથી તો મને મંજુર છે,
પ્રકૃતિનાં સાનિધ્યમાં મારે રહેવું છે,
સાથે મોત આવે તો મને મંજુર છે..
મનોજ નાવડીયા
#સારાવિચાર #મારાવિચાર #goodthinking #manojnavadiya #vishvkhoj #gujaratikavita #gujaratipoem #nature