Gujarati Quote in Sorry by મહેશ ઠાકર

Sorry quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હિન્દુત્વ એક રાજકીય વિચારધારા છે. એને હિન્દુ ધર્મ સાથે કાંઈ લેવાદેવા નથી. ખુદ સાવરકરે આવું લખ્યું છે. આ મારો વિચાર નથી. પણ, આ બાબતમાં હું સાવરકરને ટેકો આપું છું. પણ, મને ઘણા વખતથી એક પ્રશ્ન થયા કરતો હતો: મુક્ત અર્થતંત્રને કારણે સામાજિક વ્યવસ્થામાં એક પ્રકારની કટોકટી આવી છે. કુટુંબો તૂટતાં જાય છે. માનવસંબંધો વધુ પડતા સ્વાર્થી બનતા જાય છે. સાહિત્ય પણ હવે એક કોમોડીટી બની ગયું છે. આપણે આ બધાની સામે કેમ અવાજ નથી ઊઠાવતા અને હિન્દુત્વની વાતો કરીએ છીએ?

આ પ્રશ્નનો જવાબ મને Gary Gerstleના The Rise and Fall of the Neoliberal Order: America and the World in the Free Market Era (Oxford University Press, 2022) પુસ્તકમાંથી મળી આવ્યો છે. Gerstle કહે છે કે અમેરિકામાં શા માટે રાજકારણીઓ વારંવાર પરંપરાગત મૂલ્યોના ધોવાણની વાતો કરતા હોય છે? શા માટે એ લોકો અમેરિકનોને પરંપરાગત મૂલ્યો તરફ વળવાની વાત કરતા હોય છે? શા માટે અમેરિકાને ફરી એક વાર 'ગ્રેટ' બનાવવાની વાતો કરતા હોય છે? આ પ્રશ્નોનો એની પાસે એક જ જવાબ છે: મુક્તઅર્થંતંત્રનાં દૂષણોથી પ્રજાને distract કરવા માટે. પ્રજાનું ધ્યાન બીજે ક્યાંક વ્યસ્ત રાખો એટલે પ્રજા મૂળ સમસ્યાઓની વાત જ ન કરે.

બરાબર આવું જ ભારતમાં બની રહ્યું છે. કોઈ સાધ્વી ચાર બાળકો પેદા કરવાનું કહે એટલે હિન્દુઓ મોંઘવારી ભૂલી જાય. કોઈ નેતા એમ કહે કે પંદર વરસમાં અખંડ ભારત બની જશે એટલે ભારતીયોને એમ લાગે કે હવે સ્વર્ગ હાથવેંતમાં છે. ભલેને ઘરમાં હાંલ્લાં કુસ્તી કરતાં હોય. કોઈ નેતા ભારતને વિશ્વગુરુ બનાવવાની વાત કરે એટલે ભારતીયો શાળાઓનો ફી વધારો ભૂલી જાય. દરેક સરકાર પ્રજાનું ચિત્ત distract કરવાની વ્યવસ્થા કરતી હોય છે. જમણેરી ટીવી ચેનલો સતત distractionનું મશીન ચલાવ્યા કરતી હોય છે. ટૂંકમાં, distraction હવે એક શક્તિશાળી political weapon બની ગયું છે. અમેરિકામાં પણ, ભારતમાં પણ. અને બીજે બધે જ.

તો ચાલો, સાધ્વીઓને સાંભળ્યા કરો. મોંઘવારી ભલે વધતી. વિશ્વગુરુ બનવાનાં સપનાં જૂઓ. સ્કુલોની ફી ભલે વધતી. નેતાઓ દ્વારા સર્ટિફાઈડ કરેલાં અખંડ ભારતનાં સપનાં જોયા કરો. શિક્ષણ વ્યવસ્થા ભલે કથળતી. અહીં (અમેરિકામાં) ડ્રાઈવિંગ શીખવા ગયો ત્યારે મારા ઇન્સ્ટ્રક્ટરે કહેલું: કાર ચલાવતી વખતે distract નહીં થવું. જો થશો તો અકસ્માત થઈ શકે.

તો ચાલો, હવે મોટા અકસ્માતની રાહ જૂઓ. તમારું ધ્યાન બળજબરીથી બીજે લઈ જવામાં આવી રહ્યું છે.

-મહેશ ઠાકર

Gujarati Sorry by મહેશ ઠાકર : 111801598
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now