એણે મને પૂછ્યું તારા માટે પ્રેમ એટલે...?
મારા માટે પ્રેમ એટલે..
એ મારો હાથ પકડે એમા મને પ્રેમ લાગે.."
"એના બાહુપાશમાં સમાઇ જવુ એ પ્રેમ.."
" એના હૃદય ના ધબકારા સાંભળું ત્યારે પણ પ્રેમ.."
"એના ખભે માથુ ઢાળી ને કલાકો બેસવુ એ પ્રેમ.."
"અને એ ત્યારે મારા વાળ મા હાથ ફેરવે એ પણ પ્રેમ.."
"દરિયા કિનારો અને ફક્ત અમે જ હોય ત્યારે પ્રેમ.."
"દરિયા ના મોજા નો ઘુઘવાટ અને ત્યારે થયેલી કીસ એ પણ પ્રેમ.."
"હું અને એ.. સાથે હળવું સંગીત એ પ્રેમ.."
"એ અને હું.. સાથે હળવો ઊજાસ એ પ્રેમ.."
"આથમતી સાંજ અને એનો સંગાથ એ પ્રેમ.."
"ઉગતી સવાર અને એનો સ્પર્શ એ પણ પ્રેમ.."
"એની ચિંતા મા પણ મને પ્રેમ દેખાય.."
"એના ગુસ્સા મા પણ મને પ્રેમ દેખાય.."
"એનો સાથ એ પ્રેમ.."
"એનુ સ્મિત એ પણ પ્રેમ.."
"મારા માટે બસ 'એ' એટલે જ પ્રેમ.."
"મારા માટે એનુ અસ્તિત્વ એ જ પ્રેમ.."