Gujarati Quote in Romance by Priyanka Chauhan

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તું સાથે છે ને ..!
બસ આ જ વિચારે,
હું દુઃખોને ચુનૌતી આપી આવી .

સુખનો સરવાળો થાય કે ન થાય,
તારી આંગળી ઝાલી,
હું પીડાઓનો ભાગાકાર કરી આવી.

ખબર છે,પાર પાડી જ દઈશું,
એટલે તો,નાઈઓ જ નહીં,
સાગરને પણ કિનારામાં બાંધી આવી.

સ્નેહ તારો સૌથી અણમોલ,
મહેલોની માયા છોડી,
હું ખંડેરમાંય કળશ ઢોળી આવી.

પરવા કોને છે હવે જીંદગીની !,
સ્નેહનાં સાત પગલાં સાથે ચાલતાં,
આપણી પ્રનાયગાથા હું કંડારી આવી....


-- સરગમ

-Priyanka Chauhan

Gujarati Romance by Priyanka Chauhan : 111798513
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now