સવાલોના ચક્રવ્યૂહને તોડો,
મુશ્કેલીઓથી ડર્યા વગર લડો,
આશાનુ કિરણ દિલમા જગાવો,
એકલાજ લડતા આગળ જાવો,
જીવનની દોડને સમજી લો,
મહેનતથી હસ્તરેખા બદલી દો,
ટીપે ટીપે સરોવર બનાવો,
દિલમાથી ડરને દૂર ભગાવો,
કઇંક પામવાની આગ દિલમા જગાવો,
જુનુન ભરી આકરી મહેનત લગાવો,
ભરોસો રાખી ખુદ પર, બનાવો મક્કમ મનોબળ,
સંઘર્ષ જ બનાવશે કૌશિક જીવન વધુ ઉજ્જવળ.
-KAUSHIK PATEL