🥭🍑 ઈશ્વરને શોધી રહ્યાં 🥭🍑
વાત રહી અધુરી એનાં તાળાં શોધી રહ્યાં ,
ભક્તિ કર્યા પહેલાં જ માળા શોધી રહ્યા .
ખબર નહોતી કે વિયોગમાં વેગળું પડે છે ,
ભરબપોરે ફરાળ કરવાં કેળા શોધી રહ્યાં .
અતુટ શ્રદ્ધા છે ! વ્હાલમ શામળા પ્રભુની ,
ઉર ભીતરમાં શ્યામલ કાળાં શોધી રહ્યાં .
ભક્તોના હૃદયમાં કેવુંક ગમે છે ! ઈશ્વર ;
પ્રભુ ઈશ્વરને પામવાની વેળાં શોધી રહ્યાં .
સ્વર્ગની અપ્સરાનાં સપનાં કોણ જુએ છે ,
કણેકણમાં વસતાં પ્રભુને ભેળાં શોધી રહ્યાં .
શબ્દનો સરવાળો હેતનો ગુણાકાર
(૧૦/૪/૨૨) રવિવાર 🥥🥭🍊🍑
રામનવમી , સ્વામિનારાયણ જયંતી .