રોજ રોજ તારો ચેહરો જોવાની ઇચ્છા થાય છે..
એવું થાય તું બસ બોલ્યા કરે અને હું તને સાંભળ્યા કરું..
રોજ રોજ તારી પાગલ હરકતો પર દિલ આવે છે...
એવું થાય બસ તને જોયા કરું..
રોજ રોજ તારી મારી મુલાકાત શક્ય નથી..
પણ એવું થાય જ્યારે તું મળે ત્યારે સમય રોકી લવ...
રોજ રોજ તું મારા વિચારો માં છે ..
પણ એવું શક્ય નથી કે હું પણ તારા વિચારો માં હોવ...
રોજ બસ એક આશા સાથે જીવી રહી છું..
કે કદાચ એવું બને અને તું મારા નસીબ માં લખાય...
-Jini