ઑયય... સાંભળ ને...!,
હવે મળવા આવે તો ખાલી હાથે ન આવજે,
મંગાવું છું, જે એ ભેટો પણ લાવજે..!
નિરાંતનાં રેપરમાં પેક કરી,
તારો અણમોલ સમય લાવજે...
સાકર કે ચોકલેટથીય મીઠી,
તારી વ્હાલી વાતો લાવજે...
ફૂલોનો ગુલદસ્તો' તો જોઈશે જ,
ને સાથે સ્મિતસભર ચેહરો લાવજે...
દુનિયા ભલે ના થાકતી દાદ દેતા,
માત્ર મારાં માટે પ્રીતની ગઝલ લખી લાવજે...
ઋતુઓ સાથે મારે શું નિસ્બત...!
મારે કાજ તો તું પ્રણયની વર્ષા લાવજે...
--- સરગમ
-Priyanka Chauhan