જવાબ ના આપવો તે પણ એક જવાબ છે.
ઓફલાઈન થઈ જવું તે પણ એક જવાબ છે.
ચાલુ વાટે ચિત્ત બીજે જાય તે પણ એક જવાબ છે.
વાતનો જવાબ હા કે ના માં આપે તે પણ એક જવાબ છે.
મોઢા પર ખુશી ના આવે તે પણ એક જવાબ છે.
વારે વારે એટલું જ બોલે કે time મળતો નથી તે પણ એક જવાબ છે.
ઘેર ઊંઘે છે છતાં કે કામમાં છું તે પણ એક જવાબ છે.
એક મિનિટમાં દુનિયા લુટાઇ નથી જતી છતાં કે હું બીઝી છું તે પણ એક જવાબ છે.
મને વહેલું ઉઠવાની ટેવ નથી, પરંતુ રૂપિયા માટે વહેલું ઊઠી જવું... તે પણ એક જવાબ છે.
વરસો વીત્યા પછી કહે યાર જવા દે ને ઘર,વર, જાનવર,છોકરાં,સમાજ, સ્કૂલમાંથી સમય જ મળતો નથી તે ઓન એક જવાબ છે.
કેટલું સરસ આખો દિવસ બહાનાં બતાવીને બીજાંને આપણે કેટલા મૂરખ બનાવીએ છીએ?
સામેનો માણસ તમારા જેવો જ અટવાયેલો હોવા છતાં સમય કાઢી તમને પૂછે છે કે કેમ છો? તો તેને સરખો જવાબ આપવાનો પણ સમય નથી.
ક્યાં સુધી બાહ્યાડંબર બતાવ્યા કરીશું? સામે ના ને ખબર છે કે મારી કોઈ કદર નથી છતાં તે તેના અગત્યના સમયમાં યાદ કરે છે.અને તમેં તેને હડધૂત કરવામાં કોઈ કસર રાખતાં નથી.
(ભગવાન બધું જ જુએ છે. અપના ભી ટાઈમ આયેગા!)
જેને હસવું હોય તે હસો 😛અને રડવું હોય તે રડો 😭મોઢું બગાડવું હોય તો કોઈ વાંધો નથી 🤢
અંગારકી ચોથના ઉત્સવની અંગારા જેવી ઉક્તિઓ વાચન કરવા માટે અભિનંદન...-વાત્ત્સલ્ય
-वात्सल्य