ક્ષણે - ક્ષણ અહીં મરી રહ્યો છું,
છતાં પણ જો હું હસી રહ્યો છું.
વરસ્યો છું હું અહી અનરાધાર,
ને ભીતર ભીતર તરસી રહ્યો છું.
ભલે દેખાવ હું હિમાલય જેવો,
હૃદય મહીં હું સળગી રહ્યો છું.
હવે તો હદ આવી ગઈ છે પ્રિયે,
ઇન્તજારમાં સબળી રહ્યો છું.
પથ્થરમાંથી બનાવ્યો માણસ તે,
માણસ માંથી પીગળી રહ્યો છું.
નશો ક્યાં ક્યારેય રહ્યો છે અહીં,
પ્રેમના પથ પર લથળી રહ્યો છું.
મનોજ દોષ તારો જ રહ્યો અહીં,
કર્યો પ્રેમ અને હું ઝઘડી રહ્યો છું.
મનોજ સંતોકી માનસ
-Manoj Santoki Manas