અબજોપતી બાપનો દિકરો વિદેશ ભણીને પરત આવ્યો એટલે બાપાએ દિકરાને કંહ્યુ કે તું હવે આપણો ફેમીલી બીઝનેશ સંભાળી લે...છોકરાએ જવાબ આપ્યો કે પિતાજી હું મારી રીતે કાઇંક અલગ કરવા માંગુ છું..મને એક વર્ષનો સમય આપો,હું દેશમાં બધે ફરીને મારે શું કરવું જોઇએ તેનો અભ્યાસ કરવા માંગુ છું..એક વર્ષ પછી દિકરો ઘરે પરત ફરે છે અને બાપાને કહે છે કે મારે મારો સ્વંતત્ર ધંધો શરૂ કરવો છે એટલે તમે મને ફક્ત બે કરોડ રૂપિયા આપો . બાપાએ તેની વાત સ્વિકારી અને પુછયું ભલે હું તને બે કરોડ આપીશ પણ તું ધંધો શું કરવા માંગે છે..છોકરાએ જવાબ આપ્યો કે બે વર્ષ પછી હું તમને મારા ધંધા અને પ્રગતિ વિષે જણાવીશ...
બે વર્ષ પછી છોકરાએ બાપાને કંહ્યુ કે ચાલો મારી સાથે મારા ધંધાનુ ઠેકાણૂ અને વિગતો બતાવું...છોકરો બાપાને એક જાત્રાને સ્થળે જયાં બારે માસ યાત્રાળુઓ અને શ્રધ્ધાળુઓનો જમેલો ભરાયેલા રહેતો ત્યાં લઇ જાય છે..અને એક ભવ્ય મંદિરે દર્શન કરવા લઇ જાય છે..બાપ મંદિર અને ત્યાંની વ્યવસ્થા જોઇને ખુશ થાય છે...શ્રધ્ધાપુર્વક દર્શન કરીને રૂ .એક હજાર દાન પેટીમાં નાખે છે..બાપા છોકરાને પુછે છે કે હવે તારા ધંધાના સ્થળે તો લઈ જા ? ત્યારે છોકરો જવાબ આપે છે કે પિતાજી આ મંદિરજ મારો ધંધો છે..હું આખા દેશમાં ફર્યો અને મેં જોયું કે આ દેશમાં વગર મહેનતે અને કોઇ પણ જાતની ખોટ કર્યા સિવાયનો કોઇ ધંધો હોય તો તે આ મંદિર જ છે..બસ તમારા બે કરોડમાંથી ૫૦ લાખની જમીન લીધી અને દોઢ કરોસ રૂપિયા ખર્ચીને આ ભવ્ય મંદિર બનાવડાવ્યું..આવક શરૂ...આ ધંધો અવરિત ચાલે છે..અને દસ વર્ષમાં હું એટ્લુ કમાવાનો છું જે તમે તમારી જીંદગીમા કમાયા નથી. મે મારા દેશના પ્રવાસ દરમ્યાન જોયું કે ગરીબમાં ગરીબ માણસ પણ મંદિરે જઈને ભગવાનને ચરણે ફુલ નહી તો ફુલની પાંખડી અર્પણ કરે છે તેને કયારેય સવાલ થતો નથી કે આ રૂપિયાનું ભગવાન શું કરશે ? પણ મે નક્કી કર્યું છે કે હું જે રૂપિયા આ મંદિરમાંથી કમાઇશ તેમાંથી ૫૦% સમાજસેવામાં વાપરીશ..
બાપા ગદગદિત થઈ ગયા.
-મહેશ ઠાકર