સ્ત્રી - નારી શક્તિ
“એ તમારી ‘હા’ મા ‘હા’ અમે ‘ના’ મા ‘ના’ કહેવાનું નથી જાણતી, કેમકે એ એણે શીખ્યું નથી.જૂઠની દોરીથી સંબંધોને બાંધતા, એ જાણતી નથી, દંભની ચાસણીમાં ડુબાવીને ખુદની વાત મનાવતા. એ તો જાણે છે,બેબાક સાચું બોલવાનું. વ્યર્થના વિવાદમાં પડવું એની આદતમાં નથી, પરન્તુ એ જાણે છે તર્કસંગત એની વાત રાખતા. એ વારે ઘડીએ કપડા ઘરેણાંની માગણી નથી કરતી, એ સજાવે છે ખુદને આત્મવિશ્વાસથી. એ નિખારે છે એનું વ્યક્તિત્વ માસૂમ મલકાટથી. તમારી ભૂલો ઉપર તમને ટોકે છે તો તમારી તકલીફમાં તમને સાચવી પણ લે છે. એને ઘર સંભાળતા સારી રીતે આવડે છે તો એના સપનાને પૂર્ણ કરતા પણ સારી રીતે આવડે છે - ફક્ત નથી આવડતું મનઘડંત વાતોને માની લેતા, પુરુષની સામે એ નત- મસ્તક નથી રહેતી. એ ઝુકે છે તો માત્ર તમારા નિ:સ્વાર્થ સ્નેહ માટે અને એ પ્રેમ માટે એનું બધું જ ન્યોછાવર કરી દે છે.હિંમત હોય નિભાવવાની,તો જ એવી સ્ત્રીને પ્રેમ કરવાનો કારણ કે તુટી જાય છે એ દગાથી, છળથી,પુરુષના અભિમાનથી અને ફરી જોડાઇ નથી શકતી કોઇના પ્રેમથી !”
❤️ 🙏