એક દિવસ પપ્પુ રેલવેમાં લાઈનમેનની નોકરી માટે ઈંટરવ્યુ આપવા ગયો.
ઈંટરવ્યુઅરે સવાલ પૂછ્યો : માની લ્યો કે તમને ખબર પડી કે એક જ ટ્રેક પર બે ટ્રેન સામસામે આવી રહી છે અને એકબીજા સાથે અથડાઈ જશે તો તમે શું કરો?
પપ્પુ : હું કોઈ એક ટ્રેનને બીજી લાઇન પર શિફ્ટ કરી દઉ.
ઈંટરવ્યુઅર : પણ જો લીવર સિસ્ટમ ખોટકાઈ ગઈ હોય તો?
પપ્પુ : હું હાથેથી લીવર ખેંચવાની કોશિશ કરૂં.
ઈંટરવ્યુઅર : હાથેથી પણ લીવર ના ખેંચાયું તો?
પપ્પુ : તો હું બંને તરફના સ્ટેશન માસ્તરને જાણ કરૂ..
ઈંટરવ્યુઅર : પણ બેઉને ફોન જ ના લાગે તો?
પપ્પુ : તો હું લાલ કપડું લઇને ટ્રેક પર ઉભો રહી જાઉ.
ઈંટરવ્યુઅર : પણ જો તમને ખરે ટાઈમે જ લાલ કપડું ના મળે તો?
પપ્પુ : તો પછી હું મારી પત્નીને બોલાવી લઉ..
ઈંટરવ્યુઅર : કેમ? તમારી પત્ની એન્જિનીયર છે?
પપ્પુ : ના ભઈ ના... આ તો તેણે બે ટ્રેનની ટક્કર લાઈવ નથી જોઈને એટલે..
😂😂😂