સાવચેતી/ચેતવણી
ફેસબુક (Facebook) મટીને મેટામાં (meta) પરિવર્તન થયેલું એક નવું પ્લેટફોર્મ હવે નવા પરિમાણો લઇને આવી રહ્યું છે.’મેટાવર્સની દુનિયામાં વપરાશકર્તાઓની તમામ માહિતી ચોર્યા વિના ઉઘાડી લૂંટ કરીને લઇ લેવાશે. આ પ્લેટફોર્મ પર માનવ્ય સંવેદના સાથે જોડાયેલી પ્રત્યેક પ્રવૃત્તિનું આભાસી આકલન એક ‘વી આર’ ના ઉપકરણથી સંભવ થશે.’મેટાવર્સ’ના પ્લેટફોર્મ પર લંડનની યુવતી પર થયેલી એક સામુહિક બળાત્કારની ઘટના કોઇથી અજાણી નથી. એ જ રીતે તામિલનાડુમાં ‘મેટાવર્સ’પર થયેલા એક લગ્ન સમારંભનું દૃષ્ટાંત પણ બદલાતા વર્ચ્યુઅલ વિશ્વનું સૂચક છે.’મેટાવર્સ’ માર્ક ઝુકરબર્ગે સર્જેલું એક એવું વર્ત્યુઅલ વિશ્વ છે, જ્યાં તમે હેન્ડસેટ પહેરીને ફિલ્મ ‘અવતાર’ની જેમ એક વર્ચ્યુઅલ જગતમાં એક પાત્ર બનીને પ્રવેશ કરી શકો, ત્યાં કાલ્પનિક દેશ, શહેર મહાસાગર, આકાશ, જંગલ,બીચ,ટાપુ જેવા કલ્પના મુજબના (વાસ્તવિકતાની ફલક પર શક્ય ન હોય તેવા) કામ કરી શકાય.
……….ગુજરાત ટાઇમ્સ ‘સપ્તક પૂર્તિ’ ૪ માર્ચ ૨૦૨૨ માંથી સાભાર.🙏