સૂરજ વિનાની શામ...
ચાલને સખી, સંગે મારી હાથમાં રાખી હાથ,
દૂરનાં ડુંગરા, પાણીના ઝરણાં ને હોય તારો સાથ,
લઈને તારી લાલીનો રંગ હું બનાવું સુંદર શી એક ભાત,
લખી નાખું આકાશમાં સંધ્યા કેરા રંગે હું તારું નામ,
સાક્ષી બનશે આ ધરતી ને સાથ પુરાવશે સૂરજ વિનાની શામ.
કોરા રહેલા સપનાંઓ પણ બનશે જાણે સોનેરી આજ,
તારલા ટમટમે ઉપર ને નીચે ચમકે તારા મહેંદીવાળા હાથ,
ચાંદની સંતાઈને દૂરથી સાંભળે તારા ને મારા મનની વાત,
થાય અંધારું ને મોરલી વગાડી જાણે બોલાવતો રાધાને કાન,
રાસે રમશે વસુંધરા ને સંગીત પીરસશે સૂરજ વિનાની શામ.
- તેજસ
-tejash belani