ઓળખ ગુજ્જુઓની,
દુનિયામાં છાપવી છે..!!
જલેબી, ફાફડા ને મેથી ના ગોટા સાથે, ચટ્ણી ફ્રી ની ફ્રેન્ચાઈઝી આપવી છે....!!!!
રોડની લારી ઉપર ઉભા રહીને, અડધી ચા ચાર મીત્રો માં વહેંચી ને પીવી છે..!!
અમદાવાદી, ઓળખ આપવી છે....!!!!
સૌરાષ્ટ્રની બગાવત ને, બહાદુરીની ઓળખ આપવી છે..!!
બાજરીનો રોટ્લો ને ઓળા ની સાથે, છાશ ની ફ્રેન્ચાઇઝી આપવી છે....!!!!
વાતમાં એકાદી મીઠી ગાળ ન હોય, તો સુરતી શાનો..??
સુરતની ઘારી ને કાલી વાણી સાથે, ખમણ ખમણી ની ફ્રેન્ચાઇઝી આપવી છે....!!!!
"અલ્યા , હું સ..??", ઈમ નાં બોલે તો મેહોણીયો હાનો..??
દુનિયાને ગુજરાતી શીખવાડવી છે....!!!!
"અલ્યા, ચ્યોં જ્યોતો..??", એમ કહી, અન્ગ્રેજોને તાડૂકીને બોલનાર..!!
" ચીયો છ લ્યા એની બોન નો મોટી", મણીબહેન પટેલની નીડર ,નીખાલસ,નીર્દોશ વાણી શીખવાડવી છે....!!!!
ગાંધી ની ખાદી સાથે સાદગીનું ,સત્ય અને અહિંસાની રીત શીખવાડવી છે..!!
નિડર વલ્લભભાઈ પટેલની સરદારી બતાવવી છે,
મુત્સદી મોરારજીભાઈની વહીવટી ક્ષમતા કુશળતા શીખવાડવી છે....!!!!
ગુજરાતીની ઓળખ દુનિયામાં દેખાડવા, મારે ફ્રેન્ચાઇઝી આપવી છે....!!!!અજ્ઞાત...
🌹📚🌹📚🌹📚