મંદાકીની ગેલેક્સી ની રચના જોઈ? ખબરતો છે ને મંદાકીની ગેલેક્સી શું છે, આપણું ઘર છે, જયા આપણો સુર્ય જે એક સ્વયં પ્રકાશિત તારો છે, અને જેના કારણે આપણી પૃથ્વી અને બીજા ગ્રહોનું આસ્તિવ ટકેલું છે,
તો જોઈલો , આપણો ભેદ અને કર્મ ફળ નો સિદ્ધાંત અહીયા ફલીત થાય છે,
સુર્ય ની જેમ તમારે ચમકતો તારો બનવું છે, કે તારા આધારીત ગ્રહો, કે પછી ઉલ્કા શીલા, કે અંધકારમાં ગરકાવ કરતી રાક્ષસી માયા બ્લેક હોલ, જે સમજ્યું શૃષ્ટીનું ચક્ર જેણે શીખ્યું પ્રકૃતિ નું રહસ્ય, પાલન પોષણ અને અંત ના નીયમો, અને આ બધું બનાવનાર બ્રહમાંડ ના રચીતાથી લગ્ની લગાવી, પાંચ વીકારો ને ત્યજી શુધ્ધ સત્વના ગુણોને ધારણ કર્યો, તે સદાયને માટે ધૃવના તારા ની માફક બ્રહ્માંડમાં સ્થીર થયા, બાકી બધા જીવ આત્મા જન્મ મરણના ફેરા માં ત્યા સુધી આવતા જતા રહેવાના, જયા સુધી નીર્વાણ નહી પામો,
નથી ઉતરતું ગળે? તું સર્ચ મારો ખગોળશાસ્ત્ર ના નવા સંશોધન પર, મંદાકીની ગેલેક્સી એ આપણા સુર્ય અને પૃથ્વી નું ઘર છે, તેમાં ચમકતા રાત્રે દેખાતા બધાજ તારા જેને આપણે નક્ષત્રો થી ઓળખીએ તે બધાજ સુર્ય ની માફક સ્વયં પ્રકાશિત સુર્ય જેવડા કે તેથી વધુ મોટા તારા છે, બ્રહ્માંડ માં આપણી ગેલેક્સી થી હજારો પ્રકાસ વર્ષે દુર બીલકુલ આબેહુબ આવીજ બીજી ગેલેક્સી છે , તેના સુર્ય ને પણ આવાજ ગ્રહો છે, પૃથ્વી પણ છે,
બ્રહ્માંડમાં આવી હજારો ગેલેક્સી ઓ છે, અને આવા હજારો બ્રહ્માંડો , અને આ ખગોળીય રચના નીરંતર ચાલીજ રહી છે, બ્રહ્માંડનો વિકાસ અને વીસ્તાર થઈ રહ્યો છે, બ્રહમાંડ માં આપણી પૃથ્વી નહી પણ સુર્ય નું સ્થાન સાગરમાં બુંદ પાણી સમાનેય નથી,
તેમ છતા આપણે પૃથ્વી ની માયામાં અટક્યા, મારૂ તારૂ કરી વીકારો કામ ક્રોધ લાલચ લોભ અભીમાન ઈર્ષ્યા ધૃણા નફરતોમા અટવાયા,
અહીયા બધુંજ નાશવંત અને ક્ષણ ભંગુર છે, એકજ સત્ય છે ઈશ્વર આદી અનંતા છે , અને આપણે આત્મા પણ એમના અંશ અજર અમર અવીનાશી છીએ, પણ જયા સુધી સ્થીર નહીં થઈ એ ,એકાગ્ર નહીં બનીએ, શુધ્ધ સત્વને ધારણ નહીં કરીએ ,લેવા કરતા પરોપકાર ના કાર્ય અને સેવા નહીં કરીએ, એ પણ ની સ્વાર્થ ભાવે, અને હું પણાનો ત્યાગ નહીં કરીએ, ત્યા સુધી આપણને ક્યાંય સ્થાન નહીં મળે,
બસ ભટકતાજ રહેવું પડશે આ બ્રહ્માંડમાં અહીયાથી ત્યાં