વિશ્વાસના નામ પર જીવી જવાય છે,
ભલે ને ઠોકરોથી દિલ મારું ઘવાય છે.
આ સ્મિત તમારું લોકોને સ્મિત લાગે,
મને તો અનેક વિયોગ આંસુ દેખાય છે.
ભરોસો કરું ભરોસા પર અને તે તૂટે તો,
છું માનવ એટલે મને ભરોસો દેખાય છે.
ઢળતી સાંજે આ શબ્દ ઢળે કવિતામાં,
એકલતાની સાંજે આવું બધું લખાય છે.
મોત તું દોસ્ત છે મારી એટલે કહું છું તને,
વાત ત્યારે કરું જ્યારે દર્દ છલકાય છે.
એમ ન ઉતરે કાગળ પર કોઈ કવિતાઓ,
મનોજ તે લખાય છે જ્યાં દિલ ઘવાય છે.
મનોજ સંતોકી માનસ
-Manoj Santoki Manas