#vlwellbeing2021feb26
હિમોગ્લોબીનએ આપણાં શરીરનાં બંધારણમાં અગત્યનું તત્વ છે. જો શરીરમાં હિમોગ્લોબિન ઓછું હોય તો થાક લાગે, નબળાઈ લાગે, ચક્કર આવે,આળસ અને સુસ્તી રહે વિગેરે.
આપણું શરીર કરોડો કોષોનું બનેલું છે. આ કોષોને જીવંત રાખવા અને કોષો પોતાનું કાર્ય સારી રીતે કરી શકે એટલા માટે ઓક્સિજનની સતત જરૂર પડે. એ ઓકસીજન શરીરમાં જઈ લોહીમાં રહેલાં હિમોગ્લોબીનમાં ભળીને પછી આખા શરીરમાં પરિભ્રમણ કરે છે. એટલે હિમોગ્લોબીન એ ઓકસીજનનાં પરિભ્રમણ માટે શકિતશાળી વાહનનું કામ કરે છે.
આવામાં જો શરીરમાં હિમોગ્લોબિન ઓછું હોય તો શરીરમાં ઓકસીજન પૂરતાં પ્રમાણમાં પહોંચી શકતું નથી. પરિણામે શરીરનાં કોષો પોતાનું કાર્ય સારી રીતે કરી શકતાં નથી. પરિણામે શરીર ફીકું પડવા લાગે,થાક વર્તાય, કામ કરવાનું મન ન થાય, બેચેની કે સુસ્તી લાગે. અને એની સીધી અસર ચામડી,વાળ અને સ્વભાવ ઉપર પણ થાય છે.
એટલે શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ જળવાવું અતિ આવશ્યક છે.
* શરીરને લોહતત્વ મુખ્યત્વે બીટ, પાલખ, ગાજર, કાચાં ટામેટાં, લીલાં શાકભાજી,મગફળી વિગેરેમાંથી મળે છે.
* ફળોમાં દાડમ, સફરજન, કેળાં, દ્રાક્ષ, જમરુખ વિગેરેમાં
પણ સારું હિમોગ્લોબીન મળી રહે છે.
* ખજૂર લોહતત્વ વધારવામાં ઉત્તમ છે.
* ફૂલોમાં પણ જાસૂદમાંથી સારા એવાં પ્રમાણમાં હિમોગ્લોબિન મળી રહે છે.
મિત્રો, આજે અહીં અજમાવેલો પ્રયોગ લખી રહી છું. જેનાથી પંદર થી વીસ જ દિવસમાં 2 થી 2.5 mg જેટલું હિમોગ્લોબિન વધારી શકાય છે. અહીં જે ઉપાય બતાવું છું એ ઉપયોગમાં લેતાં પહેલાં અને પછી હિમોગ્લોબીન ચેક કરાવ્યું હતું. અને એનું સુંદર પરિણામ મળ્યું.
* પાંચ થી છ જાસૂદનાં ફૂલો લઈ એની લીલી દાંડી કાઢી સારી રીતે ધોઈ દોઢ કપ પાણીમાં પલાળી દો. સવારે સારી રીતે મસળીને પાણી ગાળીને પી જવું. આની કોઈ જ આડઅસર નથી.આ પ્રયોગ સવાર સાંજ પણ કરી શકો છો.
* જો જાસૂદનાં ફૂલો વધારે હોય તો એની પાંખડીઓ છાંયડામાં સૂકવી,બરાબર સુકાય જાય પછી એક ડબ્બામાં સ્ટોર કરી જરૂર પડે ત્યારે પાણીમાં પલાળી ઉપયોગ કરી શકાય છે.
પૂર્વી પટેલ. ⚘👏