શૈશવના કેલિડોસ્કોપ માં અનેક રંગો સચવાયાં છે .ફિલ્મની પટ્ટી પર પસાર થતા એક દૃશ્યમાં અનેક દિવસોનું યોગદાન છે. પાટી ઉપર અંકાયેલો કક્કો કોમ્પ્યુટર સુધી ભલે પહોંચી ગયો હોય,પલાખાની જગ્યા કેલ્ક્યુલેટરે ભલે લઇ લીધી હોય, મેદાનમાં રમાતી રમતો રૂપ બદલીને ક્લબમાં ભલે ગોઠવાઈ ગઈ હોય,પણ નાનપણમાં રમેલી ફેરફૂદરડી નો ફેર એમ ઓસરવાનો નથી. ભૂલવા જેવું ઘણું છે પણ બાળપણ નહીં. એટલે તો આજે આ કોરોના ને કારણે બાળકો વગર સુમસામ લાગતી મારી શાળામાં બેઠી બેઠી મારા બાળપણને વાગોળું છું.
આજ પાટી પર અમારું બાળપણ ચીતરી લીધું ,એકડો ઊંધો અને તોફાન પણ ચીતરી લીધું.
-Rekha Detroja