હિન્દુ ધર્મમાં અગ્નિનું મહત્વ
“મળ્યાં તુજ સમીપે અગ્નિ! તુજ પાસ જૂદાં થિંયેં;
કહે, અધિક ભવ્ય મંગલ નથી શું એ સુંદરી?”
: ‘સંયોગના માંગલ્યનો તેમ જ માંગલ્યના વિયોગનો સાક્ષી અગ્નિ છે.
લગ્નમાં જે અગ્નિની સાક્ષીએ ફેરા ફરાય છે તે અગ્નિને બુઝાવા દેવાતો નથી.જ્યારે જાન પરણીને વિદાય થાય ત્યારે ‘વરપક્ષ’વાળાને તે અગ્નિ માટીનાં દોણાંમાં (માટીની કુલડીમાં) ભરીને આપવામાં આવે છે. વખત જતાં પતરાંનાં ચોરસ ફાનસ આવ્યાં અને અત્યારે કોરો ધાકોર દીવડો આવ્યો જેને રામણ (રમણ) દિવો કહેવાય છે જ્યારે જાન પરણીને ઘરે પહોંચે, ત્યારે તે અગ્નિમાં હજી એકાદ બે દેવતા (અંગારા) જીવીત રહેતા. તે દેવતા ઉપર છાણાનો ઓબાળ ભરી પાછો અગ્નિ પ્રગટાવાતો.તે અગ્નિમાં રસોઈ પકાવીને ખવાતી પછી અગ્નિને ચૂલામાં રાખથી ભંડારી દેતા. સવારે પાછો એ જ અગ્નિ જીવીત કરાતો આ ક્રમ જીવનપર્યંત ચાલતો.
જ્યારે માણસ મૃત્યુ પામે ત્યારે એ જ અગ્નિને પાછો દોણામાં ભરીને લઈ જવાય છે, અને તે જ અગ્નિથી દેહને અગ્નિદાહ અપાય છે.
ટુંકમા અગ્નિને સાક્ષીરૂ ગણ્યો છે. હે અગ્નિદેવ તારી સાક્ષીએ અમે એક થયા હતા આજે તારી સાક્ષીએ અમે જુદા થઈ છીએ.
🙏