Gujarati Quote in Microfiction by Hemant pandya

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મન કર્મ વચનથી મૉં ભોમને સમર્પિત થઈ, પોતાનું દરેક કર્મ દેશની સેવા રક્ષા તરક્કી ઉન્નતિ વિકાસ માટે સમર્પિત કરી દે છે, જેના મનમાં એકજ વીચાર વતનની શાન ઉંચી રાખવાનો જ હોય છે, દીમાંગમાં જુનુનજ દેશને આશમાન જેવી ઉંચાઈએ લઈ જવાનું હોય છે, જે રાત દીવસ તડકો છાયડો શુખ દુઃખ આંધી તુફાન કે મોતની પણ પરવાહ કર્યા વીના પોતાના કર્મ પર દટયો રહેશે તેને તમે શું કહેશો???
આ દેશભક્તિ ન કહેવાય તો શું કહેવાય? પણ આવા વીરલા હવે દરેક મૉંની કોખે હવે નથી જન્મતા,
વીર સાવરકર, તાત્યાટોપે, લાલા લજપતરાય, ચંદ્ર શેખર આઝાદ, બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય,શુભાસચંદ્ર બોઝ, મહાત્મા ગાંધી, નામ લઈને તોય બોસ છાતી ગજગજ થાય,
જયારે આજનાં ધોળીયા ??
સતાના ભુખ્યા લાલચી, એક નંબરના સ્વાર્થી, ખરુ કહું શ્વાસ રૂધાય છે અહીં, મારા દેશને કંગાલ અને બેહાલ કરી દીધો, અંદરથી ખોખલો કરી દીધો છે,
જવાબ દાર કોણ છે ખબર છે, આપણી હા " આપણી બેકાર સોચ" લાલચ લોભ જાતી ધર્મવાદ , જે દીવસે મારા ભારતના દરેક નાગરીકે પોતાના ખુદનો વીચાર કરતા પહેલા મૉં ભારતી માજરે વતન તેની આનમાન સાન નું વીચારવાનું શરૂ કરી દીધું ને સાહેબ તે દીવસ થી નહીં તે ઘડીથી દેશની કાયા પલટાવાનું શરૂ થઈ જશે, દેશ સુરક્ષીત અને સધ્ધર હશે ને તો તમે હું આપણે બધા સુરક્ષીત અને શુખી હોઈશું, બાંધી મુઠ્ઠી લાખની, ખુલ જાએ તો ખાખની, હું માંથી આપણે બનીએ , અને અનેક માંથી એક,
વીચારવાનો નહીં એક થવાનો સમય છે,
અને આપણામાંથી એક ને આગેવાની આપો જે આપણી ઢાલ બને ,અને આપણે તેને ટેકો આપીએ જેનું બળ આપણો સહકાર બને, પણ ઉદ્દેશ્ય દેશનો પાવર ડેવલપ કરવાનો, શુખાકારી સધ્ધરતા, અને સુરક્ષા નો હોય, નહીં કે ઘરના રોટલા સેકવાનો, ઉખાડી ફેકો ગંદા એવા રાજકારણીયોને જે દેશને ખોખલો કરે છે, એકતા અખંડિતતા ને ખંડીત કરે છે, શરૂઆત ઘરથી કરો ખુદથી કરો, યા હોમ કરીને પડો ફતેહ છે આગે, પણ તે પહેલાં આપણા મરી પડેલા જમીરને જગાડો આજે અબધડીએ આ ક્ષણે, અને હા તમે હીપટનોટાઈન છો, કોઈકના વહેણમાં છો, તેમાંથી બહાર નીકળો , જાગો આખ ઉધાડો, તમે બધુય પછી છો, પહેલાં માણસ છો, માનવતાના ગુણો દયા કરુણા ક્ષમા પ્રેમ ભાઈચારો સકારાત્મક અભીગમ જુવો અને જીવવા દો, હવે દેશમાટે તમે શું કરી શકો તે વીચારો.દેશના લોકોને તમે શું મદદ કરી શકો,
જય હિન્દ જય ભારત , જય ઓમકાર
#Deshbhakti

Gujarati Microfiction by Hemant pandya : 111779352
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now