ક્લબ સિક્યુરિટી :- સાહેબ, આ ક્લબનો ગેટ કુદીને ક્લબમાં આવવા માંગતો હતો.
અડવિતરો :- ના સાહેબ, હું ગેટ કૂદીને અંદર નહોતો આવતો, ખાલી ગેટ પર ઉભો રહેવાનો હતો.
ક્લબ મેનેજર :- કેમ ભાઈ, તુ ગેટ પર કેમ ઊભો રહેવા માંગતો હતો ?
અડવિતરો :- સાહેબ, મારી સોસાયટીમાં રહેતા, સંજય ભાઈએ મને કહ્યું હતું કે, આ ક્લબના મેનેજર મારા મિત્ર છે, તુ શો શરૂ થવાના એક કલાક પહેલા, ક્લબના ત્રણ નંબરના ગેટ પર ઉભો રહેજે, મેનેજર તને ફ્રી પાસ આપી જશે.
એટલે હું ગેટ પર ઉભો રહ્યો હતો.
( મેનેજરને વાત સમજાઈ જતા )
ક્લબ મેનેજર :- ભાઈ, સંજયભાઇએ ગેટ નંબર ત્રણ પર ઊભા રહેવાનું કહ્યું, એટલે ગેટની ઉપર નહી, ગેટ પાસે ઊભા રહેવાનું.
અડવિતરો :- તો એમણે મને કહેવું જોઈએને કે ગેટ પાસે, તો હું ગેટ પાસે ઊભો રહેતો.
( મેનેજર અડવિતરાને એક ફ્રી પાસ આપે છે, શો શરૂ થવાની તો હજી વાર હતી, બાકી મેનેજર અને સિક્યુરિટીને મજા આવવાની ચાલુ થઈ ગઈ હતી.
વાચક મિત્રો, મારી આ રમુજી વાર્તા, વાંચી ના હોય તો, બધું બાજુ પર રાખી, હમણાજ વાંચી લો.
Shailesh Joshi લિખિત વાર્તા "ચાલો ઠીઠીયા કાઢીએ - જવાબદારીનાં ધાઢ જંગલમાં હાસ્યનું ઝરણું - 1" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19889237/chalo-thithiya-kadhia-1