હુંફાળું સ્વેટર
કાશ તું મારું સ્વેટર બની જાય....
હુંફાળા તારા તાંતણાઓને જોડી,
મારી વેર-વિખેર સંવેદનાઓ પર વીંટરાયને,
તું મારુ સુંવાળું વસ્ત્ર બની જાય,
કાશ તું મારું સ્વેટર બની જાય....
છુપાવી લઉં તૂટી ગયેલા સ્વપ્નો,
ચોળાય ગયેલા શર્ટની જેમ.
અધૂરી કેટલીયે ઈચ્છાઓને,
ખિસ્સામાં મૂકી થોડી હુંફાળી બની જાય.
કાશ તું મારું સ્વેટર બની જાય....
તને પહેરીને સમયને ક્યાંક અટકાવી દઉં, ઠંડા થઈ જતાં આ સંબધને હુંફાળો બનાવી લઉં.
વધી જતો અંતરનો અવકાશ,
સ્પંદનોને ઠંડા પાડી દે એ પહેલાં,
તું ફરી ઉછળતા મોજાંની જેમ મને ભીંજવી જાય.
કાશ તું મારું સ્વેટર બની જાય....
હિર