કેવી અપરમપાર કૃપા હે પર બ્રહમના માતા પિતા શિવશક્તિ,
શરણમાં આવે તેને રક્ષણ આપવું, ભુલ માટે ક્ષમા આપવી, ગુસ્સાને કાબુમાં રાખવો, બધાજ પ્રેમ દયા કરૂણા ના હકદાર છે, કોઈજ નાનું કે મોટું નથી, પરંતુ બધાજ પર બ્રહમનો ભાગ છે,
કરૂણા ના કરનાર પરમ પિતા ભોળા નાથ સદાસીવ ઓમકારે હંમેશા આપણા પર પ્રેમજ વરસાવ્યો છે, માતા પ્રકૃતી ઉમાએ હંમેશાં એના ખોળે આપણને સુરક્ષા રક્ષણ અને પ્રેમ દ્રારા આપણો ઉછેર કર્યો, બધા આજ માટી માંથી પેદા થયા, પંચ તત્વ માંથી આ દેહ બન્યો, આ માટી અને પંચતત્વ માં ભળી જશે, અને ફરી નવી રચના થશે, આત્મા શીવનો અંશ છે, જે કાયામાં પ્રાણ રુપે પધારી નવ જીવન પામે છે,
કોણ નાનું કોણ મોટું, કોણ છુત કોણ અછુત, બધાજ કર્મ બંધન થી સમય રેખાએ બંધાઈ દેહ ધારણ કરે છે, અને વયા જાય છે,
પર બ્રહમ કાયમ હતું કાયમ રહેશે, આપણે પણ નવીન ખોળીઓ ધારણ કરી આવ્યા ચાલ્યા ગયા , ફરી આવીશું જયા સુધી શીવશક્તી ની ઈચ્છા હશે, આ પ્રક્રિયા ચાલતી રહેશે સદંતર નીરંતર, બસ ખ્યાલ એજ રાખજો પ્રકૃતી માતા છે એનું સન્માન કરો, બધાને પ્રેમ આપો, શીવશક્તીનું ધ્યાન ધરો,
એ ઉર્જા નરનારી શીવશક્તી અત્ર તત્ર સર્વત્ર વ્યાપેલ છે, જે પ્રકાસ પાથરે છે તે છે શીવ શક્તીનો સમનવય,
શીવ શક્તીવીના શુન્યછે શક્તી શીવ વીના, આ ભેદ સમજવો ખુબ અધરો છે,
બસ સમજવા માટે આટલું કહીશ કે ઉર્જા ના બે સત્રોત પલ્સ માઈનસ ભેગા થાય ત્યારેજ પ્રકાસ ઉત્પન્ન થાય છે, ઉર્જા ઉત્પન્ન થાય છે, આકાશમાં થતી વીજળી પ્લસ માઈનસ ઉર્જા ના મીલનથીજ ઉત્પન્ન થાય છે, જોકે બ્રહ્માંડમાં આ બેય ઉર્જા કાયમ હાજરજ છે,
જય ઓમકાર
-Hemant Pandya