“માણસ સિવાયની બીજી કોઇ પ્રાણીજાતીમાં કોઇ પશુ પોતાની જ જાતીના પશુની હત્યા કરતું નથી.વાઘ વાઘની હત્યા નથી કરતો.હાથી હાથીને નથી મારતો.સિંહની હત્યા સિંહ નથી કરતો. કેવળ મનુષ્ય જાતીમાં જ એક મનુષ્ય બીજા મનુષ્યની હત્યા કરે છે. માનવી પેદા થયો ત્યારથી અપ્રાકૃતિક હિંસાનો જન્મ થયો છે.યુધ્ધ આપણો ઈતિહાસ છે અને શાંતિ આપણું સમણું છે.”