*મેઘધનુષ*
સૂર્યપ્રકાશ અને વરસાદના સંયોજનથી બને મેઘધનુષ,
આકાશને સુંદર બનાવે આ ઇન્દ્રધનુષ.
તોફાનો પછી શાંતિ, ઉદાસી પછી આનંદ,
આ છે સાતેય રંગોનું વચન.
કાળા વાદળોના ગુસ્સાને ઠંડો પાડે,
મેઘધનુષ સુખદાયક અનુભવ કરાવે.
શું આ રંગોની પાછળ પણ કોઈ દુનિયા હશે?
શું આકાશગંગામાં પણ કોઈ રહેતું હશે?
જીવન એ છે સપ્તરંગી,
હર પહેલું છે રંગબેરંગી.
ભાવનાઓમાં વિવિધ રંગછટા છલકાય,
સંબંધોમાં પણ તડકા છાંયા દેખાય.
મોઢે સ્મિત અને આવકારો મીઠો રાખીએ,
દરેક પગલે રંગ વિખેરતા જઈએ.
એક લક્ષ્ય બનાવીએ, હમેશા એવું કરીએ,
કોઈના વાદળમાં મેઘધનુષ બની જઈએ.
*શમીમ મર્ચન્ટ, મુંબઈ*
____________________________
https://shamimscorner.wordpress.com/2021/10/25/%e0%aa%ae%e0%ab%87%e0%aa%98%e0%aa%a7%e0%aa%a8%e0%ab%81%e0%aa%b7/