બહું ચાહના ખુદનાં રૂપ રંગની પણ દુઃખ આપનારીજ છે, દીવસે દીવસે કરમાશે આ કાયા , બ્રહ્માંડનો એક ભાગ છે શરીર જેમાં ફેરફાર રોજે રોજ થાય, શરીર પણ કેટલાય શુક્ષ્મજીવોનો સમુંહ છે, શ્વેત કણો રક્ત કણો, પરજીવીઓ, અણું પરમાણુઓનો સમુંહ છે, કેટલાય કોષ મળી બને આ નાશવંત દેહ, અને અંતે વીચ્છેદ થઈ બ્રહ્માંડમાં વીહીન ,અગ્ની આકાસ જળ વાયું અને ભુમી માં બધું ભળી જાય, આત્મા શુન્ય આવાસમાં ઉડી જાય, એ મરતો નથી અજર અમર અવીનાશી છે, માટે શરીરનો મોહ આત્મા ને નથી, પણ આત્માથી પ્રીતી દેહ એટલેકે શરીર રાખે છે, આત્માને રીજવી રાખવા કેટ કેટલા રંગ રોગાન સજાવટ કરે, પણ આત્મા એક દીવસ શરીર છોડી ઉડી જાય છે, અને શરીર ઠંડું પડી જાય છે, માટીમાં મળી જાય છે,