શ્રી ગણેશ વિસર્જનની બીજી બાજુ
એક પ્રશ્ન
દેવ વિસર્જનની બીજી બાજુ. એક વિચારણિય પ્રશ્ન
કવિ શ્રીની ક્ષમા યાચના સાથે
"ભગવાનને માનવ કો જન્મ દિયા,
માનવને ઉસે મંદિર દિયા,
જી ચાહા ઉચલા કુચલા
ફીર ઉસ વિસર્જીત કિયા"
બાળ સહજ ક્રીડા, મન ફાવે ત્યાં સુધી રમવું ના ફાવે તો ફેંકી દેવું,તેના જેવી વાત છે. ભગવાનની મૂર્તિઓ પાછળ અઢળક ખર્ચ કરી, વિશાળ મંડપમાં ખૂબ જ શ્રધ્ધાથી તેની સ્થાપના કરી ભક્તિભાવ પૂર્વક પુજન અર્ચન કરી હોડીઓમાં લઈ જઈ, ધક્કા મારી મારી ને તેનું નદી કે સમુદ્રમાં વિસર્જન કરવામાં આવે છે. આ મૂર્તિઓ જ્યારે પાણીમાં ના ડુબે ત્યારે તેને લાકડીઓના ગોદા મારી મારીને ડૂબાડવામાં આવે છે. આ દૃશ્ય આપણે સૌએ જોયું છે. જે ભગવાનની આપણે પુર્ણ ભક્તિભાવ અને શ્રધ્ધાથી પુજા કરી તેમને "હવે અમે કંટાળી ગયા, થાકી ગયા હવે તમે જાવ અહિથી" આ શું રમત છે? જેને માટે આટલો લખલૂટ ખર્ચ કર્યો તેની આ દશા? વિચાર પરિવર્તન જરૂરી છે.
આપણા ધર્મગ્રંથો પણ આ વાતની પુષ્ટિ કરે છે. ભગવાન શ્રી વિષ્ણુના પણ દશ અવતારો દર્શાવ્યા છે. મારા ખ્યાલ મુજબ કોઈ ધર્મમાં આવી વિસર્જનની પ્રથા નથી. ધાર્મિક ભાવના પાછળનું રહસ્ય જાણવું જરૂરી છે.એક બાજુ લોકો ભૂખે પીડાય અને બીજી બાજુ ધનનો વ્યય. આ યોગ્ય નથી. વિસર્જન માટે મૂર્તિને નદી કે સમુદ્ર તીરે લઈ જઈ ત્યાં પુજા અર્ચના કરી યોગ્ય સ્થાને સુરક્ષિત સ્થાને જાળવી, નવા વર્ષે નવીન સજાવટ અને રંગરોગાન સાથે પુનઃસ્થાપન કરવાથી ખર્ચમાં રાહત મેળવી શકાય.આમ કરવાથી પૈસાની જે બચત થાય તેનો ઉપયોગ દવાખાના, શાળા, કૉલેજો, કૃષિ ઉત્પાદન વગેરેમાં કરી શકાય.