એક પતિ રોજ સવારે આઠ વાગે ઓફીસ જવા નીકળતો. પતિ ઓફીસ જવા નીકળતો હોય ત્યારે પત્ની રોજ પ્રશ્નો પૂછતી કે "મોબાઈલ લીધો..! રૂમાલ લીધો..! ઘડિયાળ પહેરી..! વોલેટ લીધું..!" પતિને લાગતું કે પત્ની તેને ભુલકણો સમજે છે અને એકની એક વાત માટે રોજ ટોકે છે હવે મારે કઈક ઉપાય કરવો પડશે.
એક રાત્રે પતિએ બેસીને લિસ્ટ બનાવી દીધું જેથી સવારે કોઈ વસ્તુ ભૂલી ન જવાય. સવારે ઉઠીને પતિએ દરેક વસ્તુ લિસ્ટ મુજબ ચેક કરીને લઈ લીધી પત્ની તેને ચૂપચાપ જોયા કરતી હતી. નીકળતી વખતે દરવાજા પાસે પહોંચીને પતિએ પત્ની સામે જોઇને કહ્યું કે "તું મને વર્ષોથી રોજ ટોકતી હતીને.. જો આજે હું કશુંજ નથી ભુલ્યો.."
પત્નીએ કહ્યું.. "બહુ સરસ.. ચાલો હવે કપડાં બદલીને પાછા સુઈ જાવ.. આજે રવિવાર છે...😠😠
😝😜-Anurag Basu