રાતભર વરસ્યો છે
એ વરસાદ પણ બોલ્યો છે
હું વરસી વરસી થાકું છું
તારો પ્રિયતમ ક્યાં, પૂછું છું
હું બંધ આંખે સાંભળું છું
કોરી પથારીમાં કણસું છું
સરસર કરતાં ટીપાંને
દૂર દૂર ધકેલું છું
અરે ! નથી એને ખ્યાલ
નથી એને હું યાદ
તોય તુૃં વરસજે વરસાદ
મારે કરવી છે તને ઘણી બધી
એના અબોલડાની ફરિયાદ
ન તો એનું નામ છે
ન એનું કોઈ ઠામ છે
તારે ટીપે ટીપાઈ જતું
મારા ભાવનું ગામ છે
વરસે જ છે તો ત્યાંય જજે
બહુ નજીક જઈ એને કહેજે
અમથું અમથું સ્મરે મને
સ્મરે નહીં તો કહે મને
કહે મને કે નથી જ સ્મરવું
એવુંય કહેવાય મળે મને
અહીં-તહીં ને કશે નહીં
મળે નહીં પણ મળે મને
મળે નહીં પણ મળે મને...
@અનુ_મિતા